Friday, November 14, 2014

કપાસના ભાવને લગતી માહિતી....!

- ખેડૂતોને કપાસનું ઉત્પાદન લેવામાં એક વીઘે ૭૦૦ રૃપિયાથી વધારે
ખર્ચ થાય છે
કપાસના ભાવો ગગડતા ખેડૂતોને ભારે મોટું આર્થિક નુકસાન વેઠવું પડે
છે, ત્યારે સરકારે ટેકાના ભાવ ૧૨૦૦થી ઓછા ન રાખવા જોઈએ. કારણ
કે ખેડૂતોને કપાસ ઉગાડવા વીઘે ૭૦૦ રૃપિયા કરતા વધુ ખર્ચ થાય છે
અને સરકારે ટેકાના ભાવ માત્ર ૮૦૦ રૃપિયા જ નક્કી કરતા કિસાનોમાં
ભારે નારાજગી જન્મી હતી.
કપાસની ખરીદીનું કામ હાથ ધરવામાં આવ્યું નથી, આ અંગે કોંગ્રેસ પક્ષે
જણાવ્યું હતું કે એક મણ કપાસના ઉત્પાદન માટે કીસાનોને કુલ રૃા.
૭૭૨નો ખર્ચ થાય છે, જેમાં ઉનાળુ ખેડ, સાહ, રાપ જે ટ્રેકટર દ્વારા
કરવો પડે છે, તેના પૈસા, દેશી ખાતર અને ભરાઈ અને ભાડું, પાયામાં
ડી.એ.પી. ખાતર ને વાવવાનો ટ્રેકટર ખર્ચ, કપાસ બીયારણ, બોલગાર્ડ,
કપાસ વાવણી ખર્ચ, આંતર ખેડ ટ્રેકટર અથવા બળદનો ખર્ચ, કપાસ
નિંદામણ મજુરી ખર્ચ, કપાસને પીયત આપવાની મંજુરીનો ખર્ચ,
નાઈટ્રોજન ખાતર ખર્ચ, અન્ય ખાતરો, ખાતર નાંખવાની અને
નિંદામણનાશક દવા છંટકાવ તેમજ મજુરીનો ખર્ચ, જંતુનાશક રાસાયણીક
દવાનો ખર્ચ, પીયત માટે ડીઝલ તેમ વીજળી ખર્ચ, કપાસ ઉતારવાની
મજુરી, માર્કેટીંગ યાર્ડમાં પહોંચાડવાનો ખર્ચ, કપાસની સાથી કાઢવાનો
ખર્ચ અને ખેતર ઓજારનો ઘસારાનો ખર્ચ મળી કુલ રૃા. ૭૭૨ એક મણ
કપાસના ઉત્પાદન માટે ખેડુતોને ખર્ચવા પડે છે, સરકારની બેદરકારી અને
ઈરાદાપૂર્વકની નિષ્ક્રીયાતના કારણે બજાર ભાવ રૃા. ૭૫૦ થી ૮૦૦ મળે
છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે ખેડુતોને થતા અન્યાય
સામે આહલેક જગાડી આંદોલન કર્યું હતું, તે સરદાર સાહેબની દુહાઈ દેતી
ભારતીય જનતા પાર્ટીની સરકાર સરદાર સાહેબને અત્યંત પ્રિય એવા
ખેડુતો સાથે તેઓના ઉત્પાદનને પોષણક્ષમ ભાવે નહીં ખરીદી પારાવાર
અન્યાય કરી રહી છે, અને વાહ વાહ મેળવવા તેમજ દેખાડો કરવા નર્મદા
સરોવર ડેમ ઉપર ઉદ્યોગપતિઓને ફાયદો થાય તે રીતે કરોડોના ખર્ચે
સરદાર સાહેબની પ્રતિમા મુકાવવાની સાથે સાથે ખેડુતોને પોષણક્ષમ ભાવો
મળે તે રીતે કપાસની ખરીદી કરવા સત્વરે કાર્યવાહી કરવા રજુઆત
કરવામાં આવી હતી.

No comments:

Post a Comment