Thursday, November 13, 2014

ડાકોર રણછોડરાયના મંદિર પર વિમાનથી પુષ્પવર્ષા કરી જુઓ..


 
સાથે સાથે જપાત્મક વિષ્ણુયાગ તથા ગોમતીમૈયાનો ચુંદડી મનોરથ અને ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ સંદર્ભે ડાકોર શ્રી રણછોડરાયજી મંદિરના મેનેજર રવિન્દ્રભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ગુરુવાર કારતક વદ સાતમના દિવસે ગુરુપુષ્યામૃત યોગના દિવ્ય દિવસે પુષ્ટી ભક્તિમાર્ગાચાર્ય ગો.પ.પૂ મધુસુદન લાલજી મહોદય (તિલકબાવા)ની આજ્ઞાથી નડિયાદના વૈષ્ણવ પરિવારના કનૈયાલાલ લાલજીભાઇ સોનીના પ્રેરણાંસ્ત્રોતથી માતર તાલુકાના લીંબાસીના સ્વ.કૈલાસબહેન તથા સ્વ.નટવરલાલ ચૌહાણના સુપુત્ર મનોજભાઇ ચૌહાણ અને તેમનાં ધર્મપત્ની હેમાક્ષીબહેનનાં મનોરથ સ્વરૂપે મંદિરમાં જપાત્મક વિષ્ણુયાગ, ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે.
 
આ વિશે મનોજભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, મંદિરમાં ગુરુવારે સવારે 7 કલાકે વિષ્ણુયાગની સ્થાપના, સંસ્કૃત પાઠ શાળાના 300 ભૂદેવો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. ડાકોર સ્ટેશનરોડ પર આવેલાં દૂધરેજ ધર્મશાળાએથી સવારે 9 કલાકે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રામાં 4 હાથી, 4 ઘોડા અને 10 બગી જોડાયા હતા. નગરના જાહેરમાર્ગો પર ફરીને મંદિરમાં બપોરે ફરી પ્રસ્થાન કરશે. બપોરે 12:30 કલાકે મંદિરના શિખર પર ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. અને આ સમયે ચાર્ટર પ્લેન દ્વારા પુષ્પવર્ષા આવી હતી જેનો લાહવો અનેક લોકોએ ઉઠાવ્યો હતો.

No comments:

Post a Comment